Name and Surname Change Form Gujarati PDF
Name and Surname Change Form Gujarati PDF Download for free using the direct download link given at the bottom of this article.
આપણામાંથી મોટા ભાગના લોકોને અવાર નવાર સરકારી કચેરી અથવા અન્ય જરૂરી સ્થળોએ જયારે ઓળખ, જાતિ, રહેઠાણ, જન્મતારીખ કે રાષ્ટ્રીયતાના પુરાવા તરીકે જયારે વિવિધ પ્રકારના દસ્તાવેજો રજુ કરવાના થતા જ હોય છે. આ પુરાવા રજુ કરતી વખતે એક જ વ્યક્તિના અલગ અલગ દસ્તાવેજોમાં નામ, અટક કે જન્મ તારીખમાં ફેરફાર હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ પ્રકારની મુશ્કેલીથી બચવા અલગ અલગ દસ્તાવેજોમાં અલગ અલગ નામ ધરાવતા વ્યક્તિ એક છે તેવું ગેજેઝમાં પ્રસિદ્ધ કરાવવું પડે છે. આ માટેની સમગ્ર સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે.
નામ/અટક બદલી અંગે પુખ્ત અરજદારે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો નોટિસ ફોર્મ સાથે સહી કરી લગાવવાનો રહેશે. જુનું નામ બદલીને નવું નામ તથા રહેઠાણના સરનામાની સંપૂર્ણ વિગતો સોગંદનામામાં દર્શાવવાની રહેશે. ફોર્મ સાથે સરકારી આધાર જેમ કે ચૂંટણી ઓળખપત્ર પાન કાર્ડ/આધાર કાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સ/પાસપોર્ટ/રેશનીંગ કાર્ડ/ટેલીફોન બીલ લાઈટ બીલ ઘરવેરા બીલમાંથી કોઈપણ એક ફોટો ID તેમજ કોઈપણ એક રહેઠાણનો પુરાવો એમ કુલ બે દસ્તાવેજની સ્વપ્રમાણિત/ખરી નકલ રજૂ કરવાની રહેશે.
ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અંગેનું નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ / એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અથવા નોટરીના સહી સિક્કા સાથેનું ગેઝેટ પ્રસિધ્ધિના હેતુવાળુ અધતત સોગંદનામું અસલમાં રજૂ કરવાનું રહેશે.
Name and Surname Change Form Gujarati PDF
You can download the Name and Surname Change Form Gujarati PDF using the link given below.
