કરવા ચોથ વ્રત કથા (Karwa Chauth Vrat Katha Gujarati) PDF

કરવા ચોથ વ્રત કથા (Karwa Chauth Vrat Katha Gujarati) PDF download free from the direct link below.

Last updated 10 views & downloads

કરવા ચોથ વ્રત કથા (Karwa Chauth Vrat Katha Gujarati) - Summary

કરવા ચોથ વ્રત કથા (Karwa Chauth Vrat Katha in Gujarati) એ હિન્દુ ધર્મમાં સુહાગન સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્ય માટે વંચાતી પવિત્ર કથા છે. આ વ્રત દર વર્ષે કારતક વદ ચોથ (અથવા પૂર્ણિમાન્ત પંચાંગ મુજબ કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્થી) તિથિએ અત્યંત શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવે છે.

આ ગુજરાતી પીડીએફ પુસ્તિકામાં કરવા ચોથના વ્રતનું મહત્વ, રાણી વીરાવતીની પૌરાણિક કથા, પૂજા સામગ્રી અને સંધ્યાકાળની સંપૂર્ણ પૂજાવિધિ સરળ માતૃભાષામાં આપવામાં આવી છે. સાંજની પૂજા સમયે આ કથાનું વાંચન કે શ્રવણ કરવાથી વ્રત પૂર્ણ માનવામાં આવે છે.

કરવા ચોથ પૂજાવિધિ અને વ્રતના મુખ્ય નિયમો

વ્રતના દિવસે નીચે મુજબના ક્રમબદ્ધ નિયમોનું પાલન કરવામાં આવે છે:

સવારે સૂર્યોદય પહેલાં સરગી આરોગી સ્નાન કરો અને આખો દિવસ નિર્જળા વ્રત રાખવાનો સંકલ્પ લો.

ઘરના પવિત્ર ખૂણામાં લાકડાની ચોકી પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન શિવ, માતા ગૌરી, ગણેશજી અને કરવા માતાની તસવીર સ્થાપિત કરો.

માટી અથવા તાંબાના કરવા (કલશ) માં શુદ્ધ જળ ભરી તેના કંઠ પર નાડાછડી બાંધો અને કંકુ-ચોખાનું તિલક કરો.

સાંજના સમયે સોળ શણગાર સજી હાથમાં ઘઉંના દાણા રાખી પરિવાર સાથે કરવા ચોથની વ્રત કથા વાંચો અથવા સાંભળો.

કથા પૂરી થયા પછી વડીલ સ્ત્રીઓ અથવા સાસુને સુહાગ સામગ્રી અને મીઠાઈની ભેટ (બાયણું) આપી તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવો.

રાત્રે ચંદ્ર ઉદય થયા પછી ચારણીમાંથી દીવો અને ચંદ્રદેવના દર્શન કરી અર્ઘ્ય અર્પણ કરો, ત્યારબાદ પતિના હાથે જળ ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કરો.

વ્રત કથા

બહુ સમય પહેલાની વાત છે, એક શાહકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી. બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલા સુધી કે પહેલા તેને જમાડતાં પછી પોતે જમતા. એક વાર તેમની બહેન સાસરેથી પિયરમાં આવેલી હોય છે.

સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર ઘંઘો  બંધ કરી ઘરે આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યુ કે આજે તેનુ કરવા-ચોથનુ નિર્જળા વ્રત છે. અને તે ચદ્ર જોઈને તેને અર્ધ્ય આપીને જ જમી શકે છે. હજુ સુધી ચદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય છે.

સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાઈ, અને તેણે દૂર પીપળાના ઝાડ પર ગયો અને એક  દિવો સળગાવી, તેને ચાયણીની આડમાં મુકી દીધો. . દૂરથી જોતા એવુ લાગ્યુ  જાણે કે ચોથનો ચદ્ર નીકળ્યો છે.

તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચદ્ર નીકળી ગયો છે, તુ તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે, અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે.

તે પહેલો કોળીયો મોઢામા મુકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. અને બીજો  કોળીયો મોઢામા મુકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે.અને જેમ તેમ કરીને ત્રીજો કોળીયો મુકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયુ. તેની ભાભીઓ તેને હકીકતની જાણ કરે છે કે કરવા ચોથનુ વ્રત ખોટી રીતે તૂટ્યુ તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે.

હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યુ કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહી કરે. તેને જીવતો કરીને રહેશે. તે એક વર્ષ સુધી પતિના શબ પાસે બેસી રહે છે. તેની દેખરેખ કરે છે. તેના પર ઉગનારી ઘાસને તે એકઠી કરતી જાય છે.

એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીઓ  કરવા ચોથનું વ્રત કરે  છે. જ્યારે ભાભીઓ પાસે આશીર્વાદ લેવા જાય  છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી ‘યમ સૂઈ લઈ લો, પિય સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો’ એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે.

આવી રીતે જ્યાર છઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તો તુ તેની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહી. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી, આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને પોતાની નાની આંગળીને ચીરીને તેમાથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.

હે શ્રી ગણેશ જે રીતે કરવાને ચિર સુહાગનનું વરદાન મળ્યુ,તેવી જ રીતે બધી સુહાગનોને મળે.

પૂજા માટે જરૂરી સામગ્રી

પૂજાની તૈયારી માટે નીચે જણાવેલી સામગ્રી એકત્રિત કરવી:

  • માટી અથવા તાંબાનો કરવો અને ઘીનો દીવો
  • પૂજા માટેની ચારણી અને અર્ઘ્ય આપવા માટે જળ ભરેલો કળશ
  • કંકુ, અક્ષત, નાડાછડી, હળદર, અબીલ અને ગુલાલ
  • ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશની મૂર્તિ અથવા ફોટો
  • સોળ શણગારની સામગ્રી, ચૂંદડી અને નૈવેદ્ય માટે લાડુ કે મિઠાઈ

વ્રતની ચોક્કસ તિથિ અને મુહૂર્ત માટે Gujarati Calendar તેમજ પૂજા પછી ગવાતી સ્તુતિ માટે Karwa Chauth Aarti જોઈ શકાય છે. હિન્દી ભાષાના વાચકો માટે Karwa Chauth Vrat Katha in Hindi પણ ઉપલબ્ધ છે.

કરવા ચોથ વ્રત કથા (Karwa Chauth Vrat Katha Gujarati) PDF Download