ગુજરાતી બાળ વાર્તા Gujarati

ગુજરાતી બાળ વાર્તા Gujarati PDF download free from the direct link given below in the page.

0 Like this PDF
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

ગુજરાતી બાળ વાર્તા Gujarati PDF

ગુજરાતી બાળવાર્તાઓ એવી વાતો છે જે બાળકોને મનોરંજન કરતી છે અને તેમની શીખવતી છે. આ વાર્તાઓ બાળકોની વિકાસશીલતા અને શિક્ષણમાં મદદ કરે છે. આમંત્રણ પત્રો, સુંદર ચિત્રો, મૂલ કથાઓ, મીઠી વાતો, શિક્ષકો અને માતા-પિતાઓ સાથે બનાવેલી વાર્તાઓ આ કેટલીક ઉદાહરણો છે.

આ વાર્તાઓ વાચન-લેખનમાં બાળકોની રૂચિઓ અને રૂચિપર વ્યક્તિગત વિકાસમાં મદદ કરે છે. આનંદદાયક, શિક્ષાપ્રદ, અને મનોરંજક બાળવાર્તાઓ બાળકોને એક સમગ્ર વિકાસમાં મદદ કરી શકે છે.

ગુજરાતી બાળ વાર્તા PDF

સિંહ અને કઠિયારો

લાભુ નામનો એક કઠિયારો હતો. રોજ જંગલમાં જતો. બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો. એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો. આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી. એક દિવસની વાત છે. રોજની માફક તે જંગલમાં ગયો. એક ઝાડ આગળ દોરડું અને અંગૂઠો લટકાવી કુહાડીથી ડાળ કાપવા જતો હતો ત્યાં જ તેને કોઈ પ્રાણીના કણસવાનો અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં નજર નાખી. કોઈ પ્રાણી દર્દથી કણસી રહ્યું હતું. લાભુ એ તરફ જવા લાગ્યો.

તળાવથી થોડે દૂર તેણે જોયું કે એક સિંહ દર્દથી કણસી રહ્યો હતો. બાપ રે … આ તો સિંહ … જંગલનો રાજા … . એની પાસે ના જવાય. ત્યાં જ સિંહની નજર તેના પર પડી. સિંહની આંખોમાં લાચારી હતી. લાભુ હિંમત કરી તેની નજીક ગયો. તેણે જોયું કે સિંહનો આંગલો પણ લોહીલુહાણ હતો ત્યાં તીર વાગેલું હતું.

સિંહે કહ્યું – ‘ ભાઈ , મારી મદદ કરો. મને પગમાં તીર વાગ્યું છે, તે જલ્દી કાઢો ‘

લાભુને દયા આવી છતાં ગભરાતા ગભરાતા તે નજીક ગયો. સિંહના પગમાંથી તીર કાઢયું. તળાવ થોડે દૂર હતું તે ત્યાં ગયો. પોતાનો અંગૂછો ભીનો કર્યો. પછી સિંહ પાસે આવી ભીના અંગૂઠાથી ઘા સાફ કર્યો. જંગલમાં જંગલી ઔષધીના ઘણા છોડ હોય છે. ઔષધીના એક છોડ પરથી પાંદડાં લાવી, બે હથેળીમાં મસળી સિંહના ઘા ઉપર લૂગદીબનાવી લગાવી. સિંહે જણાવ્યું કે તે પાણી પીવા તળાવ આવ્યો ત્યારે કોઈ શિકારીએ તેને તીર મારી તેનો શિકાર કરવા પ્રયત્ન કર્યો હતો.

તીર વાગ્યું છતાં છલાંગ લગાવી માંડ માંડ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. ભલે સિંહ હિંસક પ્રાણી હતો પણ લાભુને તેની દયા આવી. દિવસ દરમ્યાન લાકડા કાપતા કાપતા થોડી થોડી વારે તેની તપાસ કરી તો સાંજ પડવા આવી ત્યારે લાભુએ ફરી તેના ઘા ઉપર ઔષધી લગાવી આપી. બીજા દિવસે લાભુ રોજ કરતાં વહેલો જંગલમાં ગયો. જોયું તો સિંહ ત્યાંથી ચાલીને તળાવની પાળે પાણી પી રહ્યો હતો. સિંહે કહ્યું રાત્રે તેને સરસ ઊંઘ આવી. ચાર – પાંચ દિવસમાં સિંહને સારું થઈ ગયું.

છતાં લાભુ ઘા તપાસી ઔષધી લગાવતો રહ્યો. હવે સિંહ બરાબર ચાલી શકતો હતો. એક સાંજે લાભુ લાકડાનો ભારો લઈ ઘેર પાછો ફરતો હતો ત્યારે સિંહે કહ્યું – “ તેં મારી ઘણી સેવા કરી છે. લાવ, આ લાકડા પીઠ ઉપર મૂકી દે . હું તને તારા ગામના પાદર સુધી છોડવા આવું છું.”

આમેય લાભુ થાકેલો તો હતો જ ! તેણે ભારો સિંહની પીઠ ઉપર મૂકી દીધો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો . લાભુ લાકડાનો ભારો તૈયાર કરતો અને સિંહ ગમે ત્યાંથી સમયસર આવી જતો . તેને રોજ ગામના પાદરે મૂકી જતો . જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લાભુનો લોભ પણ વધવા લાગ્યો . એક ભારામાંથી બે થયા . બેના ચાર થયા , તેની પાસે પૈસા પણ વધારે ભેગા થવા લાગ્યો.

ગામમાં પણ વાતો વહેતી થઈ. ગ્રામજનો લાભુને સિંહની સાથે જોવા ઠેઠ પાદર સુધી ભેગા થવા લાગ્યા. ગામમાં લાભુ અને તેની પત્નીનું માન વધવા લાગ્યું. સૌ તેની પાસે સિંહની વાતો સાંભળવા એકઠા થવા લાગ્યા. સિંહ જેવો જંગલનો રાજા … પણ લાભુ પાસે બકરી … … બનીને તેની દરેક વાત માને.

જેમ જેમ માન વધતું ગયું , લાભુનો અહંકાર પણ વધતો ગયો. ઘણીવાર તો પાતળી સોટીથી સિંહને ફટકારતો ! જલ્દી જલ્દી ચાલ … આમ ગધેડાની માફક શું ધીમે ધીમે ચાલે સિંહ એક માણસના ઉપકારને વશ હતો. તેનાથી લાભુનો ઉપકાર ભૂલાતો નો’તો. તેથી નાછૂટકે ગમે તેવું અપમાન સહન કરી રહ્યો હતો. મહિનો … બે મહિના … ત્રણ મહિના …

માનવસહજ મોટાઈ પામવાનો સ્વભાવ લાભુમાં દિવસે દિવસે વધતો ગયો. તે એ પણ ભૂલી ગયો કે તે જેનું વાતે – વાતે અપમાન કરે છે , લાકડી ફટકારે છે , વધારેને વધારે ભાર લાદે છે એ કોઈ ગધેડો નથી – સિંહ છે.

એક દિવસ સિંહે કહ્યું – ‘‘ લાભુ , તારા હાથમાં આ કુહાડી છે ને ! એક કામ કર … મારી પીઠ ઉપર કુહાડીનો ઘા કર !!! ’ લાભુ તો દંગ રહી ગયો. સિંહ … આ શું બોલે છે ?
છતાં સિંહે કહ્યું. “ તું ચિંતા ના કર , હું કહું છું ને , તારી કુહાડીથી એક ઘા કર. ‘‘ લાભુએ ઘા કર્યો. લોહી નીકળ્યું. પણ સિંહે સ્હેજ પણ ઊંહકારો ના કર્યો.

ત્રણ – ચાર દિવસ પછી સિંહે લાભુને પૂછ્યું – “ જરા જો તો ખરો ! પેલો ઘા તે પાડ્યો હતો ત્યાં રૂજ આવી કે નહિ ? ’’

લાભુએ જોયું ઘા રૂજવા આવ્યો હતો. ત્યારે સિંહે કહ્યું – જોયું ! લાભુ … તારી કુહાડીથી પડેલો ઘા પણ રૂજાઈ ગયો. તે દિવસે તીરના ઘા ઉપર ઔષધી લગાવી તેનો ઉપકાર હું ભૂલ્યો નો’તો. તેના બદલામાં અત્યાર સુધી મેં તારી ઘણી સેવા કરી. હું રાહ જોતો હતો કે મોટાઈ પામવાનો તારો માનવ સ્વભાવ સુધરે છે કે નહિ ? પણ એ ના બન્યું. કુહાડીનો ઘા તો સહન થઈ જાય પણ તારા કડવાં વેણ, ગામ લોકોની વચ્ચે લાકડીના ફટકારે થતું મારું અપમાન , સિંહ જેવા સિંહને ગધેડાની માફક હાંકવાનો તારો ઘમંડ ..

લાભુ … તમે કઈ જાતના માણસ છો ? કોઈની સેવાય મનથી નથી કરી શકતા ! એમાંય બદલાની ભાવના રાખો છો ? હવે કાલથી હું તને નહિ મળુ મારી આશા ના રાખીશ. જતાં જતાં એક વાત કહું તે યાદ રાખજે. કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજતો.”

અને સિંહ ચુપચાપ જંગલમાં જતો રહ્યો.

Download ગુજરાતી બાળ વાર્તા PDF

REPORT THISIf the purchase / download link of ગુજરાતી બાળ વાર્તા PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES

  • 56 Bhog List in Gujarati

    56 ભોગમાં પંજરીના પ્રસાદની સાથે સાથે અનાજ, ફ્રૂટ્સ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પીણા, નમકીન અને અથાણા જેવી ચીજો પણ સામેલ હોય છે. મોટાભાગે લોકો 20 પ્રકારની મીઠાઈઓ, 16 પ્રકારના નમકીન અને 20 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ધરાવે છે. માખણ, ખીર, બદામનું દૂધ, ટિક્કી, મગની દાળનો હલવો, જલેબી, રબડી, મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, ભજિયા, ખીચડી,...

  • Jay Aadhya Shakti Aarti Lyrics (ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી) Gujarati

    Jay Aadhya Shakti Aarti Lyrics (ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી) જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી તું...

  • ગુજરાતી આરતી પુસ્તક | Aarti Book Gujarati

    Gujarati Aarti Book PDF contains the Ambe Mata Ki Aarti, Jay Adhya Shakti Aarti and other. You can download the  Gujarati Aarti Book in PDF format free from the link given at the bottom of this page. ગુજરાતી આરતી – જય આદ્યા શક્તિ જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,...

  • ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી – Navratri Aarti Gujarati

    नवरात्रि एक वार्षिक और सबसे पूजनीय हिंदू त्योहारों में से एक है जो मां दुर्गा के सम्मान में मनाया जाता है। यह नौ रातों (और दस दिनों) तक फैला है, पहले चैत्र के महीने में (ग्रेगोरियन कैलेंडर के मार्च / अप्रैल) और फिर शारदा के महीने में। यह विभिन्न कारणों...

  • શીતળા સાતમ વ્રતની વિધિ (Shitla Satam Vrat Katha) Gujarati

    શીતલા સાતમ ગુજરાતમાં અત્યંત મહત્વના તહેવાર તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દેવી શીતલા માતાને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે શીતલા દેવી તેના ભક્તો અને તેમના પરિવારોને ઓરી અને શીતળા જેવા અગમ્ય રોગોથી રક્ષણ આપે છે. તેથી, ગુજરાત અને અન્ય સ્થળોએ, દેવી શીતળા માતાના આશીર્વાદ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *