રક્ષાબંધન નિબંધ ગુજરાતી Gujarati

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

રક્ષાબંધન નિબંધ ગુજરાતી Gujarati

રક્ષાબંધન (રાખી) એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે . આ તહેવારને રાખી તહેવાર પણ કહેવામાં આવે છે. આજે આપણે આ લેખમાં આ કિંમતી તહેવાર વિશે શીખીશું. આ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આખા ભારતમાં આ દિવસનું વાતાવરણ જોવા યોગ્ય છે, અને કેમ નહીં, આ એક ખાસ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનાવવામાં આવે છે

રક્ષાબંધન એ ભાઈ – બહેનોના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આની જેમ, ભારતમાં ભાઈ – બહેનોમાં પ્રેમ અને ફરજની ભૂમિકા વ્યક્ત કરવાનો એક દિવસ નથી. આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે. તેના કાંડા પર રાખડી બાંધી છે.

રક્ષાબંધન નિબંધ ગુજરાતી

રક્ષાબંધન ભારત નો સૌથી મહત્વ નોતહેવારો માં નો એક ધાર્મિક તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિના ની પૂનમ ના દિવસે આવે છે. તેને “બળેવ” પણ કહે છે. રક્ષાબંધન ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર છે. રક્ષાબંધન ના દિવસે બધા નવા વસ્ત્રો પહેરી ને રક્ષાબંધન ની ઉજવણી કરે છે.

રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈ ના કપાળ માં તિલક કરે છે અને ચોખા ચોંટાડે છે. રાખડી માં બહેન નો ભાઈ પ્રત્યે નો અતૂટ પ્રેમ સમાયેલો છે. તેથી બહેન ભાઈ ના જમણા હાથે રાખડી બાંધે છે. પછી ભાઈ અને બહેન એકબીજા ને ગોળ કે મીઠાઈ ખવડાવી ને મોઢું મીઠું કરાવે છે.

બહેન પોતાના ભાઈ ને આશીર્વાદ આપે છે. અને ભાઈ પોતાની બહેન ને ભેટ આપી અને પૂરી જીંદગી રક્ષા કરવા નું વચન આપે છે. બહાર ગામ રહેતા ભાઈઓ ને બહેનો ટપાલ દ્વારા રાખડી મોકલે છે. આ તહેવાર શાળાઓ માં પણ આનંદ અને ઉલ્લાસ થી ઊજવવા માં આવે છે.

રક્ષાબંધન નો તહેવાર સમાજ ના બધા જ વર્ગ ના લોકો ઊજવતા હોય છે. કેટલીક બહેનો જેલ ના કેદીઓ ને પણ રાખડી બાંધે છે. રક્ષાબંધન નો દિવસ એટલે શ્રાવણ મહિના ની પૂનમ નો દિવસ અને આ દિવસે માછીમારો દરિયા માં નાળિયેર પધરાવી ને દરિયા દેવ ની પૂજા કરે છે. એટલે આ દિવસ ને “નાળિયેરી પૂનમ” પણ કહેવાય છે.

રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણો નદી કે તળાવ કિનારે જઈ ને વિધિસર જનોઈ બદલે છે. રક્ષાબંધન માં ધાર્મિક મહત્વ પણ ઘણું છે અને રક્ષાબંધન સામાજિક સંબંધો માં પણ મીઠાસ વધારતો તહેવાર છે એટલે જ તો રક્ષાબંધન ને ધાર્મિક અને સામાજિક તહેવાર પણ કહી શકાય. રક્ષાબંધન સૌને આનંદ અને પ્રેમ આપતો તહેવાર છે.

2nd Page of રક્ષાબંધન નિબંધ ગુજરાતી PDF
રક્ષાબંધન નિબંધ ગુજરાતી

રક્ષાબંધન નિબંધ ગુજરાતી PDF Free Download

REPORT THISIf the purchase / download link of રક્ષાબંધન નિબંધ ગુજરાતી PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.