Sahajanand Namavali Gujarati PDF

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Sahajanand Namavali Gujarati

Sahajanand Namavali incorporates the supreme faith for the form of Parabrahman Bhagwan Shri Swaminarayan, his glory, works and unique, divine personality.

It has been written in accordance with the bhakti traditions of the Swaminarayan Sampradaya. Swami Sahajanand Saraswati Was Born In Deva Village Near Dullahpur, Ghazipur District In Eastern North-western Provinces In 1889 To A Family Of Jujhautiya Brahmin Subsect Of Bhumihar Brahmin Also Known As Babhan. He Was The Last Of Six Sons And Was Then Called Naurang Rai. His Mother Died When He Was A Child And He Was Raised By An Aunt.

Sahajanand Namavali (અથ સહજાનન્દનામાવલી પાઠ)

૧. ૐ શ્રીસ્વામિનારાયણાય નમઃ।
‘સ્વામિનારાયણ’ નામથી વિખ્યાત એવા ભગવાન સ્વામિનારાયણને હું નમન કરું છું…
૨. ૐ શ્રીસાક્ષાદક્ષરપુરુષોત્તમાય નમઃ।
પુરુષોત્તમ જે સાક્ષાત્ અક્ષરના પ્રેરક છે એવા…
૩. ૐ શ્રીપરમાત્મને નમઃ।
સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ આત્મા છે એવા…
૪. ૐ શ્રીપરબ્રહ્મણે નમઃ।
બ્રહ્મથી પર એવા…
૫. ૐ શ્રીભગવતે નમઃ।
ભગવાન એવા…
૬. ૐ શ્રીપુરુષોત્તમાય નમઃ।
સર્વ જીવપ્રાણીમાત્ર થકી ઉત્તમ એવા…
૭. ૐ શ્રીઅક્ષરધામવાસાય નમઃ।
અક્ષરધામમાં નિવાસ કરનારા, એવા…
૮. ૐ શ્રીદિવ્યસુન્દરવિગ્રહાય નમઃ।
દિવ્ય અને સુંદર શરીરવાળા એવા…
૯. ૐ શ્રીસાકારાય નમઃ।
આકારથી યુક્ત અર્થાત્ મૂર્તિમાન એવા…
૧૦. ૐ શ્રીદ્વિભુજાય નમઃ।
બે ભુજાવાળા એવા…
૧૧. ૐ શ્રીઅનાદયે નમઃ।
અનાદિ અર્થાત્ જેમનો આદિ નથી એવા…
૧૨. ૐ શ્રીસાકારાઽક્ષરસેવિતાય નમઃ।
મૂર્તિમાન અક્ષર દ્વારા સેવાયેલા છે એવા…
૧૩. ૐ શ્રીદિવ્યાસનોપવિષ્ટાય નમઃ।
દિવ્ય આસન ઉપર વિરાજમાન એવા…
૧૪. ૐ શ્રીઅનન્તમુક્તપૂજિતાય નમઃ।
અનંત મુક્તોથી પૂજાયેલા એવા…
૧૫. ૐ શ્રીસર્વકરણશક્તાય નમઃ।
જેને બધું કરવાની શક્તિ છે એવા…
૧૬. ૐ શ્રીસમર્થાય નમઃ।
સર્વ ક્રિયાને સંપન્ન કરવાનું બળ છે એવા…
૧૭. ૐ શ્રીભક્તિનન્દનાય નમઃ।
ભક્તિદેવીને પુત્રરૂપે આનંદ આપનારા એવા…
૧૮. ૐ શ્રીદિવ્યજન્મને નમઃ।
દિવ્ય છે જન્મ જેમનો એવા…
૧૯. ૐ શ્રીમહારાજાય નમઃ।
રાજાઓના રાજા એવા…
૨૦. ૐ શ્રીદિવ્યકર્મણે નમઃ।
જેમનાં કર્મો દિવ્ય છે એવા…
૨૧. ૐ શ્રીમહામતયે નમઃ।
મહાબુદ્ધિશાળી એવા…
૨૨. ૐ શ્રીનારાયણાય નમઃ।
નારાયણ એવા…
૨૩. ૐ શ્રીઘનશ્યામાય નમઃ।
વાદળ સમાન શ્યામ છે એવા (બાળપણનું નામ)…
૨૪. ૐ શ્રીનીલકણ્ઠાય નમઃ।
જે નીલકંઠના નામથી પ્રસિદ્ધ છે એવા…
૨૫. ૐ શ્રીતપઃપ્રિયાય નમઃ।
તપ જેમને પ્રિય છે એવા…
૨૬. ૐ શ્રીઅનાસક્તાય નમઃ।
સર્વ થકી અનાસક્ત એવા…
૨૭. ૐ શ્રીતપસ્વિને નમઃ।
તપસ્વી એવા…
૨૮. ૐ શ્રીઅલિપ્તાય નમઃ।
કોઈના બંધનમાં નહિ આવનારા એવા…
૨૯. ૐ શ્રીભક્તવત્સલાય નમઃ।
ભક્તો જેને પ્રિય છે એવા…
૩૦. ૐ શ્રીનૈકમોક્ષાર્થયાત્રાય નમઃ।
અનેકના મોક્ષ માટે યાત્રા કરનારા એવા…
૩૧. ૐ શ્રીસર્વાત્મને નમઃ।
સર્વના આત્મા છે એવા…
૩૨. ૐ શ્રીદિવ્યતાપ્રદાય નમઃ।
દિવ્યતા દેનારા એવા…
૩૩. ૐ શ્રીસ્વેચ્છાધૃતાઽવતારાય નમઃ।
પોતાની ઇચ્છાથી અવતાર ધારણ કરનારા એવા…
૩૪. ૐ શ્રીસર્વાઽવતારકારણાય નમઃ।
સર્વ અવતારના કારણ છે એવા…
૩૫. ૐ શ્રીઈશ્વરેશાય નમઃ।
ઈશ્વરોના પણ ઈશ્વર છે એવા…
૩૬. ૐ શ્રીસ્વયંસિદ્ધાય નમઃ।
કોઈની અપેક્ષા વગર પોતે સ્વયં સિદ્ધ છે એવા…
૩૭. ૐ શ્રીભક્તસંકલ્પપૂરકાય નમઃ।
ભક્તોના સંકલ્પ સિદ્ધ કરનારા એવા…
૩૮. ૐ શ્રીસંતીર્ણસરયૂવારયે નમઃ।
સરયુના પ્રવાહને સરળતાથી તરી જનારા એવા…
૩૯. ૐ શ્રીહિમગિરિવનપ્રિયાય નમઃ।
હિમાલય જેવા પર્વત અને વન પ્રિય છે એવા…
૪૦. ૐ શ્રીપુલહાશ્રમવાસિને નમઃ।
પુલહાશ્રમમાં વાસ કર્યો છે જેમણે એવા…
૪૧. ૐ શ્રીપવિત્રીકૃતમાનસાય નમઃ।
માનસરોવરને પવિત્ર કરનારા એવા…
૪૨. ૐ શ્રીસાક્ષરાય નમઃ।
જે અક્ષરે સહિત શોભતા એવા…
૪૩. ૐ શ્રીસહજાનન્દાય નમઃ।
‘સહજાનંદ’ અર્થાત્ જેઓ સહજ આનંદથી ભરપૂર છે એવા…
૪૪. ૐ શ્રીસર્વાનન્દપ્રદાય નમઃ।
સર્વને આનંદ આપનારા એવા…
૪૫. ૐ શ્રીપ્રભવે નમઃ।
સર્વ શક્તિશાળી એવા…
૪૬. ૐ શ્રીપ્રણીતદિવ્યસત્સઙ્ગાય નમઃ।
દિવ્ય સત્સંગના પ્રણેતા એવા…
૪૭. ૐ શ્રીહરિકૃષ્ણાય નમઃ।
‘હરિ’ કહેતાં સર્વના ચિત્તને હરનારા અને ‘કૃષ્ણ’ કહેતાં સર્વના હૃદયને આકર્ષનારા એવા…
૪૮. ૐ શ્રીસુખાશ્રયાય નમઃ।
સુખનો આશ્રય સ્થાન એવા…
૪૯. ૐ શ્રીસર્વજ્ઞાય નમઃ।
બધું જ જાણનારા એવા…
૫૦. ૐ શ્રીસર્વકર્ત્રે નમઃ।
સર્વ કર્તા એવા…
૫૧. ૐ શ્રીસર્વભર્ત્રે નમઃ।
સર્વનું પોષણ કરનારા એવા…
૫૨. ૐ શ્રીનિયામકાય નમઃ।
સર્વના નિયંતા એવા…
૫૩. ૐ શ્રીસદાસર્વસમુત્કૃષ્ટાય નમઃ।
સદા સર્વથી શ્રેષ્ઠ એવા…
૫૪. ૐ શ્રીશાશ્વતશાન્તિદાયકાય નમઃ।
અખંડ શાંતિ આપનારા એવા…
૫૫. ૐ શ્રીધર્મસુતાય નમઃ।
ધર્મના પુત્ર એવા…
૫૬. ૐ શ્રીસદાચારિણે નમઃ।
સદાચારનું પાલન કરનારા એવા…
૫૭. ૐ શ્રીસદાચારપ્રવર્તકાય નમઃ।
સદાચારના પ્રવર્તક એવા…
૫૮. ૐ શ્રીસધર્મભક્તિસંગોપ્ત્રે નમઃ।
ધર્મે સહિત એવી ભક્તિનું રક્ષણ કરનારા એવા…
૫૯. ૐ શ્રીદુરાચારવિદારકાય નમઃ।
દુરાચારનો નાશ કરનારા એવા…
૬૦. ૐ શ્રીદયાલવે નમઃ।
દયાળુ એવા…
૬૧. ૐ શ્રીકોમલાત્મને નમઃ।
જે કોમળ હૃદયવાળા છે એવા…
૬૨. ૐ શ્રીપરદુઃખાઽસહાય નમઃ।
બીજાનાં દુઃખ સહન ન કરી શકે એવા…
૬૩. ૐ શ્રીમૃદવે નમઃ।
મૃદુ અને કોમળ એવા…
૬૪. ૐ શ્રીસંત્યક્તસર્વથાહિંસાય નમઃ।
જેમણે સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ કર્યો છે એવા…
૬૫. ૐ શ્રીહિંસાવર્જિતયાગકૃતે નમઃ।
હિંસા રહિત યજ્ઞો કરનારા એવા…
૬૬. ૐ શ્રીસકલવેદવેદ્યાય નમઃ।
સર્વ વેદ થકી જાણવા યોગ્ય એવા…
૬૭. ૐ શ્રીવેદસત્યાર્થબોધકાય નમઃ।
વેદના સાચા અર્થનો બોધ કરનારા એવા…
૬૮. ૐ શ્રીવેદજ્ઞાય નમઃ।
વેદના જ્ઞાતા (જાણનારા) એવા…
૬૯. ૐ શ્રીવેદસારાય નમઃ।
વેદનો સાર એવા…
૭૦. ૐ શ્રીવૈદિકધર્મરક્ષકાય નમઃ।
વૈદિક ધર્મનું રક્ષણ કરનારા એવા…
૭૧. ૐ શ્રીદિવ્યચેષ્ટાચરિત્રાય નમઃ।
જેમની ચેષ્ટાઓ અને ચરિત્રો દિવ્ય છે એવા…
૭૨. ૐ શ્રીસર્વકારણકારણાય નમઃ।
સર્વ કારણના કારણ એવા…
૭૩. ૐ શ્રીઅન્તર્યામિણે નમઃ।
અંતર્યામી એવા…
૭૪. ૐ શ્રીસદાદિવ્યાય નમઃ।
હંમેશા દિવ્ય છે એવા…
૭૫. ૐ શ્રીબ્રહ્માઽધીશાય નમઃ।
બ્રહ્મના અધિપતિ એવા…
૭૬. ૐ શ્રીપરાત્પરાય નમઃ।
અક્ષરબ્રહ્મ સર્વથી પર છે, તેનાથી પણ પર એવા…
૭૭. ૐ શ્રીદર્શિતાઽક્ષરભેદાય નમઃ।
અક્ષરબ્રહ્મ તત્ત્વનો ભેદ દર્શાવનારા એવા…
૭૮. ૐ શ્રીજીવેશભેદદર્શકાય નમઃ।
જીવ અને ઈશ્વરની વચ્ચેના ભેદને દર્શાવનારા એવા…
૭૯. ૐ શ્રીમાયાનિયામકાય નમઃ।
માયાનું નિયમન કરનારા …
૮૦. ૐ શ્રીપઞ્ચતત્ત્વપ્રકાશકાય નમઃ।
પંચતત્ત્વને પ્રકાશિત કરનારા, અર્થાત્ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ એમ પાંચ ભેદના સ્વરૂપનું જ્ઞાન આપનારા એવા…
૮૧. ૐ શ્રીસર્વકલ્યાણકારિણે નમઃ।
સર્વનું કલ્યાણ કરનારા એવા…
૮૨. ૐ શ્રીસર્વકર્મફલપ્રદાય નમઃ।
સર્વ જીવો તથા ઈશ્વરોને તેમનાં કર્મનું ફળ આપનારા એવા…
૮૩. ૐ શ્રીસકલચેતનોપાસ્યાય નમઃ।
સર્વ ચૈતન્યોને ઉપાસના કરવા યોગ્ય એવા…
૮૪. ૐ શ્રીશુદ્ધોપાસનબોધકાય નમઃ।
શુદ્ધ ઉપાસનાનો બોધ કરનારા એવા…
૮૫. ૐ શ્રીઅક્ષરાધિપતયે નમઃ।
અક્ષરના અધિપતિ એવા…
૮૬. ૐ શ્રીશુદ્ધાય નમઃ।
શુદ્ધ અને પવિત્ર એવા…
૮૭. ૐ શ્રીશુદ્ધભક્તિપ્રવર્તકાય નમઃ।
શુદ્ધ ભક્તિના પ્રવર્તક એવા…
૮૮. ૐ શ્રીસ્વામિનારાયણેત્યાખ્ય-દિવ્યમન્ત્રપ્રદાયકાય નમઃ।
‘સ્વામિનારાયણ’ એવા દિવ્ય મંત્રના પ્રદાતા એવા…
૮૯. ૐ શ્રીસ્વપ્રતિમાપ્રતિષ્ઠાકૃતે નમઃ।
સ્વપ્રતિમાની પ્રતિષ્ઠા કરનારા એવા…
૯૦. ૐ શ્રીસ્વસમ્પ્રદાયકારકાય નમઃ।
સ્વસંપ્રદાયના સ્થાપક એવા…
૯૧. ૐ શ્રીપ્રસ્થાપિતસ્વસિદ્ધાન્તાય નમઃ।
સ્થાપ્યો છે પોતાનો સિદ્ધાંત એવા…
૯૨. ૐ શ્રીબ્રહ્મજ્ઞાનપ્રકાશકાય નમઃ।
બ્રહ્મના જ્ઞાનને પ્રકાશિત કરનારા એવા…
૯૩. ૐ શ્રીગુણાતીતોક્તમાહાત્મ્યાય નમઃ।
ગુણાતીતાનંદ સ્વામીએ જેનો મહિમા ગાયો છે એવા…
૯૪. ૐ શ્રીઅક્ષરાઽઽત્મૈક્યપ્રબોધકાય નમઃ।
પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાનો બોધ આપનારા એવા…
૯૫. ૐ શ્રીમૂલાક્ષરગુણાતીતસ્વરૂપ-પરિચાયકાય નમઃ।
મૂળ અક્ષર એવા ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપનો પરિચય કરાવનારા એવા…
૯૬. ૐ શ્રીભક્તિલભ્યાય નમઃ।
ભક્તિ દ્વારા પામી શકાય એવા…
૯૭. ૐ શ્રીકૃપાસાધ્યાય નમઃ।
કૃપાથી જ સાધ્ય છે એવા…
૯૮. ૐ શ્રીભક્તદોષનિવારકાય નમઃ।
ભક્તોના દોષ ટાળનારા એવા…
૯૯. ૐ શ્રીશાસ્ત્રિસ્થાપિતસબ્રહ્મ-ધાતુમૂર્તયે નમઃ।
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા જેમને અક્ષર સહિત પોતાની ધાતુની મૂર્તિ સ્થાપિત કરી છે એવા…
૧૦૦. ૐ શ્રીઅલૌકિકાય નમઃ।
અલૌકિક છે એવા…
૧૦૧. ૐ શ્રીબ્રહ્મદ્વારકપ્રાકટ્યાય નમઃ।
અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ છે એવા…
૧૦૨. ૐ શ્રીસમ્યગક્ષરસંસ્થિતાય નમઃ।
અક્ષરબ્રહ્મમાં સમ્યક્ પ્રકારે નિવાસ કરીને રહેનારા એવા …
૧૦૩. ૐ શ્રીસમાધિકારકાય નમઃ।
સમાધિ કરાવનારા એવા…
૧૦૪. ૐ શ્રીનિખિલપાપનાશકાય નમઃ।
સર્વ પાપોનો નાશ કરનારા એવા…
૧૦૫. ૐ શ્રીસર્વતન્ત્રસ્વતન્ત્રાય નમઃ।
સર્વ પ્રકારે સ્વતંત્ર છે એવા…
૧૦૬. ૐ શ્રીમાયિકગુણવર્જિતાય નમઃ।
માયાના ગુણોથી રહિત એવા…
૧૦૭. ૐ શ્રીદિવ્યાઽનન્તગુણાય નમઃ।
દિવ્ય અનંત ગુણો છે જેમના એવા…
૧૦૮. ૐ શ્રીઅનન્તનામ્ને નમઃ।
અનંત નામવાળા એવા…
ૐ શ્રીઅક્ષરપુરુષોત્તમમહારાજાય નમઃ।
ૐ શ્રીગુણાતીતાનન્દસ્વામિમહારાજાય નમઃ।
ૐ શ્રીભગતજીમહારાજાય નમઃ।
ૐ શ્રીશાસ્ત્રિજીમહારાજાય નમઃ।
ૐ શ્રીયોગિજીમહારાજાય નમઃ।
ૐ શ્રીપ્રમુખસ્વામિમહારાજાય નમઃ।
ૐ શ્રીમહન્તસ્વામિમહારાજાય નમઃ।

॥ ઇતિ શ્રીસહજાનંદનામાવલી સમાપ્તા ॥

2nd Page of Sahajanand Namavali PDF
Sahajanand Namavali

Sahajanand Namavali PDF Download Free

REPORT THISIf the purchase / download link of Sahajanand Namavali PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.