નારાયણ કવચ – Narayan Kavach Gita Press Gujarati PDF

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

નારાયણ કવચ – Narayan Kavach Gita Press Gujarati

Hello readers, through this article you can get નારાયણ કવચ PDF / Narayan Kavach Gita Press PDF in Gujarati. Narayan Kavach is a divine armor dedicated to Lord Shri Hari Vishnu ji, through which you can easily please Lord Shri Hari Vishnu Ji and get his immense devotion and grace.

Lord Shri Hari Vishnu ji is very kind and merciful, he protects his devotees from all kinds of troubles and protects them in every situation. Vishnu ji is one of the main deities of Hindu Sanatan Dharma. He is one of the Trimurtis (Brahma, Vishnu, and Mahesh) who are considered responsible for the efficient operation of the universe.

નારાયણ કવચ શ્લોક અર્થ સહીત

॥રાજોવાચ॥

યયા ગુપ્તઃ સહસ્ત્રાક્ષઃ સવાહાન્ રિપુસૈનિકાન્। ક્રીડન્નિવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ્॥1॥
ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ્। યથાસ્સ્તતાયિનઃ શત્રૂન્ યેન ગુપ્તોસ્જયન્મૃધે॥2॥

પરીક્ષિત રાજાએ કહ્યું : હે મહારાજ – વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્ર દેવે રમત માત્રમાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રેલોક્યનું રાજ્ય ભોગવ્યું તે ‘ નારાયણ કવચ ‘ રૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે તેને તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય મેળવ્યો. (1)(2)

॥શ્રીશુક ઉવાચ॥

વૃતઃ પુરોહિતોસ્ત્વાષ્ટ્રો મહેંદ્રાયાનુપૃચ્છતે। નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ॥3॥

શ્રી શુકદેવજીએ કહ્યું : પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને જે નારાયણ કવચ કહેલું તર હવે એકાગ્ર મનથી સાંભળો.

વિશ્વરૂપ ઉવાચધૌતાંઘ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદઙ્ મુખઃ। કૃતસ્વાંગકરન્યાસો મંત્રાભ્યાં વાગ્યતઃ શુચિઃ॥4॥
નારાયણમયં વર્મ સંનહ્યેદ્ ભય આગતે। પાદયોર્જાનુનોરૂર્વોરૂદરે હૃદ્યથોરસિ॥5॥
મુખે શિરસ્યાનુપૂર્વ્યાદોંકારાદીનિ વિન્યસેત્। ઓં નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા॥6॥

વિશ્વરૂપે કહ્યું : હે દેવરાજ ઇન્દ્ર ! ભયનો પ્રસંગ આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરી લેવી જોઈએ. એની વિધિ આ પ્રમાણે છે કે પહેલા હાથ પગ ધોઈ આચમન કરવું.પછી હાથમાં કુશની વીંટી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જવું. પછી કવચ ધારણ પર્યંત બીજું કાંઈ પણ ન બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી ” ૐ નમો નારાયાણાય ” અને ” ૐ નમો ભગવતે વાસુદેવાય ” આ મંત્રો દ્વારા હૃદયાદી અંગ ન્યાસ તથા અંગૂષ્ઠાદિકર ન્યાસ કરવા. પહેલા ” ૐ નામો નારાયાણાય ” આ અષ્ટાક્ષર મંત્રના ૐ વગેરે આઠ અક્ષરોના ક્રમશઃ બે પગ, બે ગોઠણ,બે સાથળ,પેટ,હૃદય, વક્ષ સ્થળ, મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા અથવા પૂર્વોક્ત મંત્રના ય કારથી શરૂ કરી ૐ કાર પર્યંત આઠ અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ આઠ અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા.(4)(5)(6)

કરન્યાસં તતઃ કુર્યાદ્ દ્વાદશાક્ષરવિદ્યયા। પ્રણવાદિયકારંતમંગુલ્યંગુષ્ઠપર્વસુ॥7॥

પછી ૐ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રના ૐ કારથી સંપુટ કરેલા એક એક અક્ષરનો આંગળીઓમાં અને અંગુઠાની અણીઓમાં ન્યાસ કરવો. જમણા હાથની તર્જની થી માંડી ડાબા હાથની તર્જની સુધીની આઠ આંગળીઓમાં આઠ અક્ષરોનો અને બે અંગુઠાના ઉપરના તથા નીચેના ચાર સાંધાઓમાં બાકી રહેલા ચાર અક્ષરોનો ન્યાસ કરવો.(7)

ન્યસેદ્ હૃદય ઓંકારં વિકારમનુ મૂર્ધનિ। ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા દિશેત્॥8॥
વેકારં નેત્રયોર્યુંજ્યાન્નકારં સર્વસંધિષુ। મકારમસ્ત્રમુદ્દિશ્ય મંત્રમૂર્તિર્ભવેદ્ બુધઃ॥9॥
સવિસર્ગં ફડંતં તત્ સર્વદિક્ષુ વિનિર્દિશેત્। ઓં વિષ્ણવે નમ ઇતિ ॥10॥

પછી ” ૐ વિષણવે નમઃ ” એ મંત્રના “ૐ” કારનો હૃદયમાં, “વિ” કારનો મસ્તકમાં, “ષ” કારનો ભ્રકુટીના મધ્યમાં, “ણ” કારનો શીખામાં , “વે” કારનો બન્ને નેત્રમાં અને “ન” કારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો, બાકી રહેલા “મ” કારનો ૐ મહ્ અસ્ત્રાય ફટ કરી દિગબંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે.(8)(9)(10)

આત્માનં પરમં ધ્યાયેદ ધ્યેયં ષટ્શક્તિભિર્યુતમ્। વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મંત્રમુદાહરેત ॥11॥

ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય , ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઇષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રુપ જ સમજે. પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાથ કરવો.(11)

ઓં હરિર્વિદધ્યાન્મમ સર્વરક્ષાં ન્યસ્તાંઘ્રિપદ્મઃ પતગેંદ્રપૃષ્ઠે। દરારિચર્માસિગદેષુચાપાશાન્ દધાનોસ્ષ્ટગુણોસ્ષ્ટબાહુઃ ॥12॥
જલેષુ માં રક્ષતુ મત્સ્યમૂર્તિર્યાદોગણેભ્યો વરૂણસ્ય પાશાત્। સ્થલેષુ માયાવટુવામનોસ્વ્યાત્ ત્રિવિક્રમઃ ખેઽવતુ વિશ્વરૂપઃ ॥13॥

ૐ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા, અણિમાદિ આઠ સિધ્ધિઓથી સેવીત, આઠ બાહુ વાળા શંખ-ચક્ર-ઢાલ-તલવાર-ગદા-બાણ-ધનુષ અને પાશને ધારણ કરતા હરિ ભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો.(12)

દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃ પાયાન્નૃસિંહોઽસુરયુથપારિઃ। વિમુંચતો યસ્ય મહાટ્ટહાસં દિશો વિનેદુર્ન્યપતંશ્ચ ગર્ભાઃ ॥14॥

કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોનાં સેના પતિઓના શત્રુ નૃસિંહ ભગવાન રક્ષા કરજો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યાં હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતાં.(14)

રક્ષત્વસૌ માધ્વનિ યજ્ઞકલ્પઃ સ્વદંષ્ટ્રયોન્નીતધરો વરાહઃ। રામોઽદ્રિકૂટેષ્વથ વિપ્રવાસે સલક્ષ્મણોસ્વ્યાદ્ ભરતાગ્રજોસ્સ્માન્ ॥15॥

પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞોરૂપી અવ્યવ વાળા વરાહ ભગવાન માર્ગમાં રક્ષા કરજો. પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષમણ સહિત મારી રક્ષા કરજો.(15)

મામુગ્રધર્માદખિલાત્ પ્રમાદાન્નારાયણઃ પાતુ નરશ્ચ હાસાત્। દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃ પાયાદ્ ગુણેશઃ કપિલઃ કર્મબંધાત્ ॥16॥

મારણ-મોહન આદિ ભયંકર અભિચારો અને ગફલતમાંથી નારાયણ રક્ષા કરજો. ગર્વથી નર ભગવાન, યોગ ભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલદેવજી કર્મના બંધનથી રક્ષા કરજો.(16)

સનત્કુમારો વતુ કામદેવાદ્ધયશીર્ષા માં પથિ દેવહેલનાત્। દેવર્ષિવર્યઃ પુરૂષાર્ચનાંતરાત્ કૂર્મો હરિર્માં નિરયાદશેષાત્ ॥17॥

ભગવાન સનતકુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થતા અપરાધોથી રક્ષા કરજો.સર્વ પ્રકારના નરકથી કચ્છપાવતાર ભગવાન મારી રક્ષા કરજો.(17)
કૂપથ્યમાંથી ધન્વંતરિ રક્ષા કરજો. જિતેન્દ્રિય રૂષભદેવજી સુખ દુઃખ શીત ઉષ્ણ આદિ ભયંકર દ્વંદોથી રક્ષા કરજો. લોકપવાદથી યજ્ઞાવતાર રક્ષા કરજો. મનુષ્યકૃત વિધ્નોથી બળભદ્રજી રક્ષા કરજો. ક્રોધવશ નામના સર્પોના ગણથી શેષનાગ રક્ષા કરજો.(18)

દ્વૈપાયનો ભગવાનપ્રબોધાદ્ બુદ્ધસ્તુ પાખંડગણાત્ પ્રમાદાત્। કલ્કિઃ કલે કાલમલાત્ પ્રપાતુ ધર્માવનાયોરૂકૃતાવતારઃ ॥19॥

અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાંખડીઓથી અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મ રક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કિ પાપબહુલ કાલિકાલના દોષોથી મારી રક્ષા કરજો.(19)

માં કેશવો ગદયા પ્રાતરવ્યાદ્ ગોવિંદ આસંગવમાત્તવેણુઃ। નારાયણ પ્રાહ્ણ ઉદાત્તશક્તિર્મધ્યંદિને વિષ્ણુરરીંદ્રપાણિઃ ॥20॥

સવારમાં ગદાથી ભગવાન કેશવ, વેણુધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચઢી આવે ત્યારે, બરછી-ધારી નારાયણ પૂર્વાહન કાળમાં અને ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લાઇ મધ્યાહન કાળમાં રક્ષા કરજો.(20)

દેવોસ્પરાહ્ણે મધુહોગ્રધન્વા સાયં ત્રિધામાવતુ માધવો મામ્। દોષે હૃષીકેશ ઉતાર્ધરાત્રે નિશીથ એકોસ્વતુ પદ્મનાભઃ ॥21॥

ઉગ્ર ધનુષ્ય ધારી મધુસુદન ભગવાન ત્રીજા પહોરે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા માધવ ભગવાન સાયનકાળે, સૂર્યાસ્ત પછી હ્યષીકેશ અને મધરાતે તથા મધરાત પહેલા એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો.(21)

શ્રીવત્સધામાપરરાત્ર ઈશઃ પ્રત્યૂષ ઈશોઽસિધરો જનાર્દનઃ। દામોદરોઽવ્યાદનુસંધ્યં પ્રભાતે વિશ્વેશ્વરો ભગવાન્ કાલમૂર્તિઃ ॥22॥

શ્રી વત્સલાંછન શ્રી હરિ ભગવાન પાછલી રાતે, ખડધારી જનાર્દન ભગવાન ઉષાકાલ વખતે, દામોદર ભગવાન સૂર્યોદય પહેલાં અને કાળમુર્તિ વિશ્વેશ્વર ભગવાન બધી સંધ્યાઓ વખતે રક્ષા કરજો.(22)

ચક્રં યુગાંતાનલતિગ્મનેમિ ભ્રમત્ સમંતાદ્ ભગવત્પ્રયુક્તમ્। દંદગ્ધિ દંદગ્ધ્યરિસૈન્યમાસુ કક્ષં યથા વાતસખો હુતાશઃ ॥23॥

સુદર્શન આપનો આકાર ચક્ર જેવો છે. આપની કિનારીનો ભાગ પ્રલયકાળના અગ્નિ જેવો અત્યંત તીવ્ર છે. આપ ભગવાનની પ્રેરણાથી ચોતરફ ઘૂમ્યા કરો છો. જેવી રીતે આગ વાયુની સહાયથી સૂકા ઘાસ ફુસને બાળી નાખે છે તેવી રીતે આપ અમારી શત્રુ સેનાને ધડધડાટ બાળી નાખો, બાળી નાખો.(23)

ગદેઽશનિસ્પર્શનવિસ્ફુલિંગે નિષ્પિંઢિ નિષ્પિંઢ્યજિતપ્રિયાસિ। કૂષ્માંડવૈનાયકયક્ષરક્ષોભૂતગ્રહાંશ્ચૂર્ણય ચૂર્ણયારીન્ ॥24॥

કૌમોદકી ગદા, આપમાંથી છુટતી ચીંગારીનો સ્પર્શ વજર્ જેવો અસહ્ય છે, ભગવાન અજિતની પ્રિયા છો, હું એમનો દાસ છું. તેથી આપ કુશમાંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેતાદી ગ્રહોને સડસડાટ કચરી નાખો, કચરી નાખો તથા મારા શત્રુઓને ચૂર્ણ કરી નાખો.(24)

ત્વં યાતુધાનપ્રમથપ્રેતમાતૃપિશાચવિપ્રગ્રહઘોરદૃષ્ટીન્। દરેંદ્ર વિદ્રાવય કૃષ્ણપૂરિતો ભીમસ્વનોઽરેર્હૃદયાનિ કંપયન્ ॥25॥

શંખ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણની ફૂંકથી ભયંકર અવાજ કરી મારા શત્રુઓનાં દિલ ધ્રુજાવી ડો અને યાતું ધન પ્રમથ, પ્રેમ, માતૃકા, પિશાચ તથા બ્રહ્મરાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી ઝટપટ ભગાડી મુકો.(25)

ત્વં તિગ્મધારાસિવરારિસૈન્યમીશપ્રયુક્તો મમ છિંધિ છિંધિ। ચર્મંછતચંદ્ર છાદય દ્વિષામઘોનાં હર પાપચક્ષુષામ્ ॥26॥

ભગવાનની પ્રિય તલવાર, આપની ધાર અત્યંત તીક્ષ્ણ છે. આપ ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છિન્ન ભિન્ન કરી દો. ભગવાનની વહાલી ઢાલ, આપમાં સેંકડો ચંદ્રાકાર મંડળ છે. આપ પાપ દ્રષ્ટિવાળા પાપઆત્મા શત્રુઓની આંખ બન્ધ કરી દો અને એમને સદાને માટે અંધ બનાવી દો.(26)

યન્નો ભયં ગ્રહેભ્યો ભૂત્ કેતુભ્યો નૃભ્ય એવ ચ। સરીસૃપેભ્યો દંષ્ટ્રિભ્યો ભૂતેભ્યોંઽહોભ્ય એવ વા ॥27॥
સર્વાણ્યેતાનિ ભગન્નામરૂપાસ્ત્રકીર્તનાત્। પ્રયાંતુ સંક્ષયં સદ્યો યે નઃ શ્રેયઃ પ્રતીપકાઃ ॥28॥

સૂર્ય વગેરે ગ્રહ, ધૂમકેતુ વગેરે કેતુ, દુષ્ટ મનુષ્યો, સર્પ વગેરે પેટે ચાલનારા જંતુઓ, દાઢવાળા હિંસક પશુ, ભૂત-પ્રેત વગેરે તથા પાપી પ્રાણીઓથી અમને જે જે ભય હોઈ અને જે જે અમારા મંગલના વિરોધી હોય તે બધા ભગવાનના નામ, રૂપ અને આયુધના કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે.(28)

ગરૂડ્ક્ષો ભગવાન્ સ્તોત્રસ્તોભશ્છંદોમયઃ પ્રભુઃ। રક્ષત્વશેષકૃચ્છ્રેભ્યો વિષ્વક્સેનઃ સ્વનામભિઃ ॥29॥

બૃહદ્દરથન્તર આદિ સંવેદના સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે, તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વકસેનજી પોતાના નામોચ્ચારણના પ્રભાવથી અમને બધા પ્રકારની વિપતિઓથી બચાવે.(29)

સર્વાપદ્ભ્યો હરેર્નામરૂપયાનાયુધાનિ નઃ। બુદ્ધિંદ્રિયમનઃ પ્રાણાન્ પાંતુ પાર્ષદભૂષણાઃ ॥30॥

શ્રી હરિનાં નામ, રૂપ, વાહન, આયુધ અને શેષ્ઠ પાર્ષદ અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણોને બધા પ્રકારની આપતિઓથી ઉગારી લે.(30)

યથા હિ ભગવાનેવ વસ્તુતઃ સદ્સચ્ચ યત્। સત્યનાનેન નઃ સર્વે યાંતુ નાશમુપાદ્રવાઃ ॥31॥

સઘળું જગત ખરી રીતે ભગવાનનું જ સ્વરૂપ છે.સત્યથી અમારા સઘળા ઉપદ્રવ નાશ પામો.(31)

યથૈકાત્મ્યાનુભાવાનાં વિકલ્પરહિતઃ સ્વયમ્। ભૂષણાયુદ્ધલિંગાખ્યા ધત્તે શક્તીઃ સ્વમાયયા ॥32॥

અભેદ દૃષ્ટિવાળાઓને ભગવાન ભેદ રહિત છે તો પણ એ પોતાની માયાથી ભૂષણ, આયુધ અને રૂપ નામની શક્તિઓથી ધારણ કરે છે એ વાત નિશ્ચિત રૂપથી ખરી છે.(32)

તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન્ હરિઃ। પાતુ સર્વૈઃ સ્વરૂપૈર્નઃ સદા સર્વત્ર સર્વગઃ ॥33

તો એ સત્ય અનુસાર સર્વજ્ઞ સર્વ વ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ સ્વરૂપો વડે સર્વ કાળમાં અને સર્વ દેશમાં અમારી રક્ષા કરો.(33)

વિદિક્ષુ દિક્ષૂર્ધ્વમધઃ સમંતાદંતર્બહિર્ભગવાન્ નારસિંહઃ। પ્રહાપય~ંલ્લોકભયં સ્વનેન ગ્રસ્તસમસ્તતેજાઃ ॥34॥

જેના નામની ગર્જનાથી નૃસિંહ ભગવાન લોકોના ભયને મટાડે છે અને જેના પ્રભાવથી પ્રહલાદજી ઝેર વગેરે સર્વના સામર્થ્યને ગળી જાય છે. તેવા તે દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે, નીચે, અંદર, બહાર અને ચારે બાજુએ અમારી રક્ષા કરો.(34)

મઘવન્નિદમાખ્યાતં વર્મ નારયણાત્મકમ્। વિજેષ્યસ્યંજસા યેન દંશિતોઽસુરયૂથપાન્ ॥35॥

વિશ્વરૂપે કહ્યું : હે ઇન્દ્ર ! મેં તને આ ‘ નારાયણ કવચ ‘ કહ્યું તે પાઠ કરી લે. પછી તું મોટા મોટા દૈત્યને વગર પરિશ્રમે જીતી શકીશ.(35)

એતદ્ ધારયમાણસ્તુ યં યં પશ્યતિ ચક્ષુષા। પદા વા સંસ્પૃશેત્ સદ્યઃ સાધ્વસાત્ સ વિમુચ્યતે ॥36॥

આ કવચને ધારણ કરનાર પુરુષ જેની પણ સામું જુએ કે જેનો પગથી સ્પર્શ કરે, તે પણ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે.(36)

ન કુતશ્ચિત ભયં તસ્ય વિદ્યાં ધારયતો ભવેત્। રાજદસ્યુગ્રહાદિભ્યો વ્યાઘ્રાદિભ્યશ્ચ કર્હિચિત્ ॥37॥

આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરનારા પુરુષને રાજા, ચોર, ગ્રહ કે વાઘ આદિ હિંસક પશુઓથી કદી ભય થતો નથી.(37)

ઇમાં વિદ્યાં પુરા કશ્ચિત્ કૌશિકો ધારયન્ દ્વિજઃ। યોગધારણયા સ્વાંગં જહૌ સ મરૂધન્વનિ ॥38॥

પ્રાચીન કાળમાં આ વિદ્યાને ધારણ કરનાર કોઈ કૌશિક ગૌત્રના બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી યોગ ધારણાંથી નિર્જન દેશમાં પોતાનો દેહ છોડેલો.(38)

તસ્યોપરિ વિમાનેન ગંધર્વપતિરેકદા। યયૌ ચિત્રરથઃ સ્ત્રીર્ભિવૃતો યત્ર દ્વિજક્ષયઃ ॥39॥

ગગનાન્ન્યપતત્ સદ્યઃ સવિમાનો હ્યવાક્ શિરાઃ। સ વાલખિલ્યવચનાદસ્થીન્યાદાય વિસ્મિતઃ।
પ્રાસ્ય પ્રાચીસરસ્વત્યાં સ્નાત્વા ધામ સ્વમન્વગાત્ ॥40॥

એક દિવસ પોતાની સ્ત્રીઓ સાથે ગંધર્વોનો અધિપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશમાં જતો હતો. તે જ્યાં બ્રાહ્મણનો દેહ પડ્યો હતો ત્યાં ઉપર આવતા તુરંત વિમાન સહિત ઊંધે માથે પૃથ્વી ઉપર પડ્યો. આ ઘટનાથી એના આશ્ચર્યની સીમા ન રહી, જ્યારે વાલખીલ્ય મુનિઓએ એને સમજાવ્યું કે આ ‘ નારાયણ કવચ ‘ ધારણ કરવાનો પ્રભાવ છે.ત્યારે ચિત્રરથ આ બ્રાહ્મણના અસ્થિને ઉપાડી પ્રાચી-સરસ્વતીમાં વહાવી દીધા અને પછી એ સ્નાન કરી પોતાના લોકમાં ગયો.(39)(40)

॥શ્રીશુક ઉવાચ॥

ય ઇદં શૃણુયાત્ કાલે યો ધારયતિ ચાદૃતઃ। તં નમસ્યંતિ ભૂતાનિ મુચ્યતે સર્વતો ભયાત્ ॥41॥

શ્રી શુકદેવજીએ કહ્યું : જે માણસ આ ‘ નારાયણ કવચ ‘ ને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે ક ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધી જાતનાં ભયથી મુક્ત થઈ જાય છે.(41)

એતાં વિદ્યામધિગતો વિશ્વરૂપાચ્છતક્રતુઃ। ત્રૈલોક્યલક્ષ્મીં બુભુજે વિનિર્જિત્યઽમૃધેસુરાન્ ॥42॥

હે પરીક્ષિત વિશ્વરૂપ પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી ઇન્દ્રદેવે દૈત્યોને જીતી, ત્રેઈલોકયનું રાજ્ય ભોગવ્યું.(42)

॥ઇતિ શ્રીનારાયણકવચં સંપૂર્ણમ્॥ ( શ્રીમદ્ભાગવત સ્કંધ 6,અ। 8 )

|| ઇતિ શ્રી ભાગવતે મહાપુરાણે ષષ્ટ સ્કંધે ‘નારાયણ કવચ’ નામો અષ્ટમો અધ્યાય સંપૂર્ણ ||

Benefits of Narayan Kavach Path

  • When the occasion of fear arises, Narayan can protect his body by wearing Kavach.
  • Wearing Narayan Kavach in the right way, if a person touches someone, then he also becomes happy, such is the glory of Narayan Kavach.
  • The person wearing Narayan Kavach never has any kind of fear from king, thief-robber, ghost, phantom, vampire, upper handicap, witchcraft, mantra-tantra, evil eye etc and violent creatures like tiger, etc. By reading or listening to Narayan Kavach daily, a person remains safe in every way.
  • A shield is built around him which protects him from all kinds of calamities, calamities, calamities, evil forces every moment.

Narayan Kavach Lesson Method

  • First of all, after washing hands and feet, do achaman, then holding the sacredness of Kush in your hand, sit facing north.
  • After this, wear the armor and after deciding not to say anything, do Hrudayadi Angnyasa and Angushthadi Karanyas with purity through these mantras “Om Namo Narayanaya” and “Om Namo Bhagwate Vasudevaya”.
  • First of all, “Om Namo Narayanaya” should recite the eight syllables of this eight-syllable mantra in feet, knees, thighs, stomach, heart, chest, mouth and head respectively, or the eight letters starting from the head of the aforesaid mantra from Yakar to Om. Do trust in the same eight organs in reverse order.
2nd Page of નારાયણ કવચ – Narayan Kavach Gita Press PDF
નારાયણ કવચ – Narayan Kavach Gita Press

નારાયણ કવચ – Narayan Kavach Gita Press PDF Download Free

REPORT THISIf the purchase / download link of નારાયણ કવચ – Narayan Kavach Gita Press PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

SIMILAR PDF FILES