Bhakta Chintamani Gujarati

Bhakta Chintamani Gujarati PDF Download

Download PDF of Bhakta Chintamani in Gujarati from the link available below in the article, Gujarati Bhakta Chintamani PDF free or read online using the direct link given at the bottom of content.

45 Like this PDF
REPORT THIS PDF ⚐

Bhakta Chintamani Gujarati

Bhakta Chintamani PDF in Gujarati read online or download for free from the link given at the bottom of this article.

Under the divine guidance of Lord Shree Swaminarayan this shastra was written by Nishkulanand Swami. Bhakt Chintamani contains 164 Prakaran.It describes the activities of Lord Swaminarayan Bhagwan during his life time on earth. The Bhaki Chitamani is aimed to bring peace to the soul of a Satsangi.

ભક્તચિંતામણિઃ
।। નિષ્કુળાનન્દમુનિવિરચિતઃ ।।

भक्तचिन्तामणिरयंभूयात्कांक्षितसिद्धये।
यस्य भक्तितरङ्गेषुरमतेहंसमण्डली ॥१॥

સામેરી- મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ ।
ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરુંસદાય અનુપ ।।૧।।

પરમ દયાળુછો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ ।
પ્રથમ તમનેપ્રણમું, નામુંવારમવાર હુંશીષ ।।૨।।

અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવુંજેનુંનામ છે।
કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે।।૩।।

અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર ।
પરમપદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહેનિર્ધાર ।।૪।।

એવા અક્ષરધામમાંતમે, રહો છો કૃષ્ણ કૃપાળ ।
પુરુષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫।।

પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુઇશ્વર વેદ કહેવળી ।
એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬।।

ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી ।
સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।।૭।।

સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસેમળી ।
અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ નેલય વળી ।।૮।।

પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહત્ત¥વાદિક શક્તિ ઘણી ।
તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમેધણી ।।૯।।

એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો ।
આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાંકારજ કરો ।।૧૦।।

પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટ્યા પૂરણ કામ ।
નરનારાયણ નાથજી, તમેરહ્યા બદ્રિકા ધામ ।।૧૧।।

ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય ।
અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।।૧૨।।

ત્યાર પછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર ।
ભક્તિ ધર્મનેપીડવા, અસુરેલીધા અવતાર ।।૧૩।।

સત્ય વાત ઉત્થાપવા, આપવા ઉપદેશ અવળા ।
એવા પાપી પ્રગટ થયા, ઘરોઘર ગુરુસઘળા ।।૧૪।।

ભક્તિ ધર્મ ભય પામિયાં, રહ્યુંનહિ રહેવા કોઇ ઠામ ।
ત્યારેતમેપ્રગટિયા, કોસલ દેશમાંઘનશ્યામ ।।૧૫।।

નરનાટક ધરી નાથજી, વિચરો વસુધામાંય ।
અજ્ઞાની જેઅભાગિયા, તેએ મર્મ ન સમજેકાંય ।।૧૬।।

સમર્થ છો તમેશ્રીહરિ, સર્વોપરી સર્વાધાર ।
મનુષ્ય તન મહાજ્ઞાનઘન, જન મન જીતનહાર ।।૧૭।।

મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુદોષ રહિત ।
કરુણાનિધિ કૃપાળુકોમળ, શુભ શાન્તિગુણેસહિત ।।૧૮।।

ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ ।
દીનબંધુદયાળુદલના, પરમાર્થી પૂરણકામ ।।૧૯।।

જેજન તમનેઆશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ ।
કાળ કર્મ માયાથી મુકાવી, આપીયુંસુખ અમાપ ।।૨૦।।

પીડેનહિ પંચ વિષય તેને, જેશરણ તમારુંઆવી ગ્રહે।
કામ ક્રોધ લોભ મોહાદિ, અધર્મ ઉરમાંનવ રહે।।૨૧।।

શૂન્યવાદી નેશુષ્કજ્ઞાની, નાસ્તિક કુંડ વામી વળી ।
એહના મતરૂપ અંધારું, તેતમારેતેજેગયુંટળી ।।૨૨।।

ઇશ અજ અમરાદિ આપે, યોગી મન જીતેનહિ ।
તેહ તમારા પ્રતાપથી, નિજજન મન જીત્યા કહિ ।।૨૩।।

એવા સમર્થ શ્યામ તમે, બહુનામી બળ પ્રબળ છો ।
નરનાટયક જન મનરંજન, અજ્ઞાનીનેઅકળ છો ।।૨૪।।

નરતન માટેનાથજી, સ્વામી રામાનંદ સેવિયા ।
મહામંત્ર ત્યાંપામી પોતે, સદ્ગુરુના શિષ્ય થયા ।।૨૫।।

સહજાનંદ આનંદ કંદ, જગવંદ જેહનુંનામ છે।
સમરતાંઅઘઓઘ નાશે, સંતનેસુખધામ છે।।૨૬।।

એવા નામનેપામી આપે, અકળ આ અવનિ ફરો ।
દઇ દર્શન જનને, અનેક જીવનાંઅઘ હરો ।।૨૭।।

એવા સમર્થ સ્વપ્રભુ, શ્રીહરિ શુદ્ધ બુદ્ધિ દીજીયે।
નિજદાસ જાણી દીનબંધુ, કૃપાળુકૃપા કીજીયે।।૨૮।।

તવ ચરિત્ર ગાવા ચિત્તમાં, ઉમંગ રહેછેઅતિ ।
શબ્દ સર્વેથાય સવળા, આપજ્યો એવી મતિ ।।૨૯।।

વળી સાચા સંતનેહું, લળી લળી લાગુંપાય ।
કરો કૃપા ગ્રંથ કરતાં, વિઘન કોઇ ન થાય ।।૩૦।।

હરિજન મન મગન થઇ, એવી આપજ્યો આશિષ ।
શ્રીહરિના ગુણ ગાતાંસુણતાં, હર્ષ વાધેહંમેશ ।।૩૧।।

સર્વેમળી સહાય કરજ્યો, મન ધારજ્યો મેર્ય અતિ ।
પ્રકરણ સર્વેએમ સુઝે, જેમ અર્કમાંઅણુગતિ ।।૩૨।।

સંસ્કૃત પ્રાકૃત શબ્દે, ગ્રંથ કવિએ બહુકર્યા ।
મનરંજન બુદ્ધિ મંજન, એવી રીતેઅતિ ઓચર્યા ।।૩૩।।

ગદ્ય પદ્ય નેછંદ છપય, સાંભળતાંબુદ્ધિ ગળે।
એવુંજાણી આદર કરતાં, મન પોંચેનહિ પાછુંવળે।।૩૪।।

તેનેતેહિંમત દીજીયે, લીજીયેહાથ હવેગ્રહી ।
આદર કરુંઆ ગ્રંથનો, પ્રતાપ તમારો લઇ ।।૩૫।।

તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચડે।
તમારા પ્રતાપ થકી, અંધનેઆંખ્યો જડે।।૩૬।।

તમારા પ્રતાપ થકી, મુકો મુખેવેદ ભણે।
તમારા પ્રતાપ થકી, રંક તેરાજા બણે।।૩૭।।

એવો પ્રતાપ ઉર ધરી, આદરુંછુંઆ ગ્રંથને।
વિÎન કોઇ વ્યાપેનહિ, સમરતાંસમર્થને।।૩૮।।

હરિકથા હવેઆદરું, સદ્મતિ શ્રોતા જેસાંભળે।
શ્રવણેસુણતાંસુખ ઉપજે, તાપ તનના તેટળે।।૩૯।।

ભવ દુઃખહારી સુખકારી, સારી કથા આ અનુપ છે।
પ્રગટ ઉપાસી જનને, સાંભળતાંસુખરૂપ છે।।૪૦।।

To read the complete Bhakta Chintamani Gujarati download the PDF.

Download Bhakta Chintamani in Gujarati pdf format or read online for free using the direct link provided below.

Download link of PDF of Bhakta Chintamani

REPORT THISIf the purchase / download link of Bhakta Chintamani PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *