Khodiyar Chalisa Gujarati

0 People Like This
❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp

Khodiyar Chalisa in Gujarati

Khodiyar Mata is believed to be a warrior Hindu goddess born as a member of the Charan caste around 700 AD. She is said to be the daughter of Mamad Ji Charan, who was blessed by Lord Shiva and Nagdev with seven daughters and a son.

ખોડીયાર ચાલીસા – Khodiyar Chalisa PDF

અનેક રૂપેઅવતરી, ભોમ ઉતારણ ભાર,
આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
જગત જનેતા આપ છો, દયાળુનેદાતાર,
ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
નવ ખંડોમાંનેજા ફરકે, દશેદિશાએ તારાંનામ,
ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર.
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર.
તુંતાતણિયા ધરાવાળી, દર્શન દઈ સુખ દેનાર,

ટાળતી દુઃ ખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
ખોડિયાર જંયતિ રાત્રેસૂતા પહેલાંઆ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા
મેળવવા અહી ક્લિક કરો.
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાંવાસ,
મડદાંતું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.
ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત,
પરચા પૂર્યાતેંઘણાં, થઈ જગતમાંવિખ્યાત.
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર,

ત્રિશૂળ તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો જે ચમકાર.
ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર,
લોબડીઆળી આઈ તું, સહુનેસુખ દેનાર.
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
જે ભાવેજે જે ભજે, જેતેનેદર્શન દે સાક્ષાત

ધરા ધરામાંવાસ તારો, ત્રિશૂળ કર્યુંનિશાન,
ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.
વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાંચારણ ઘેર,
કર્યો મા તેંકુળ ઉદ્ઘાર, ખમકારી ખોડિયાર.
જન્મ્યાંમોમડિયાનેઘરે, રેછ બહેનોની સંગાત,

લાગી ખોડી કે,તાતને, પણ થઈ તુંજગવિખ્યાત.
ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ,
પરચા કઈ જોવા મળ્યા, રા,નવઘણનેસાચ.
ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,
સમરે જેહજે જે ભાવથી, કામ તેના સફળ થાય.
દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્,
ધન્ય બની ગયુંજીવન, જગમાં થયો વિખ્યાત.
ત્રણ વરસની ઉંમરે, રેપરચા પૂરતી માય,

હતી વરોળી વાંઝણી, થઈ દૂઝતી ગાય.
સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ,
પૂજે ખોડિયાર માતને, વલ્લભીપુરના ભૂપ.
ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર,
રોગ-દોગ સૌ ચાલી ગયા, થયુંમુખ તેજ અંબાર

શિહોરા કેરા ડુંગરે, રેકર્યો ખોડલ વાસ,
રંક રાય સૌ નમન કરે, રેમા પૂરે સૌની આશ.

નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય,
પંગુવરજાંગ સુતનેજો, ચડાવ્યો ડુંગર ક્ષણમાંય.
એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર,
ધુણાવ્યો ધુંધળીનાથને, પરચાળી તું ખોડિયાર.
એ…..ધૂણેમંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર,
માએ વગડાવ્યાં ડાકલાં, ધૂણેધાંધલપર.
કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનુંનામ,
દર્શનથી દુઃ ખડાં ટળે, મા ખોડિયારનું ધામ.
હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ,
મા કન્યાએ તવ કૃપાથી, ભસ્મ કીધો એ ભૂપ.
તાંતણિયા ધરા પાસે, ખોડલેકર્યાધામ,
ભાવનગર નૃપતિઓનાં, મા કરતી સદા કામ.

ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત,
હે ખોડલ મા દયાળી, તું ભક્ત રક્ષા કરંત.
મા ખોડલ, મા દયાળી, જોનેકરતી સહાય,
શરણાગત-રક્ષા નિત, જોનેકરતી માય.
અંધનેદેખતાં કરે, રેવાંઝિયાનેઆપેબાળ,
પરચા અપરંપાર ખોડલ, તું છે દીનદયાળ.
ખોડલ ખોડલ જે કહે, નેઘરે નિરંતર ઘ્યાન,

તેની સહાયેસર્વદા રહે, તું ખોડલ માત.
દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય,
તો તૃણનો મેરુ બને, મૂંગો મંગળ ગાય.

મોમડિયાની બાળને, ભજતા પાતક જાય,
પાપ સરવ તેના ટળે, જીવન ઉન્નત થાય.
આધી-વ્યાધી સહુ પળે, ખોડલનેદરબાર,
આશા સહુ પૂરી કરે, રેખમકારી ખોડિયાર.
ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર,
ખમકારો જો કરે તો, ભવનાં દુખડાંજાય.
ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય,
તેનેભરોંસે રોં નાવડી, ઊતરે પાર સદાય.
સહાય જેને જે ખોડિયારની, મનસા પુરણ થાય,
હર પળે હાજર રહે એ, ખમકારી ખોડલ માય.
લંગડાં બનેસાજાંનરવાં, મા ખોડલનેપ્રતાપ,
રોગી કૈંક થાય નિરોગી, મા ખોડલનેપ્રતાપ.

લૂલાંલંગડાંનેદુખિયાં, આવતા માનેદ્વાર,
હેતથી હસી રાજી કરી, ખોડલ કરતી વહાર.
ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય,
બિરુદ તારું જાય ના, ભરજે ના પાછો પાય.
‘મા’ ની લીલાનો નહિ પાર, જેનાં જે ઠેર ઠેર ધામ,
‘મા’ ના ગુણ ગાવાનો નહિ પાર, હૈયેએનુંનામ.
બોલ શ્રી ખોડિયાર માતની જય l

You can download the Khodiyar Chalisa PDF using the link given below.

2nd Page of Khodiyar Chalisa PDF
Khodiyar Chalisa
PDF's Related to Khodiyar Chalisa

Khodiyar Chalisa PDF Download Free

SEE PDF PREVIEW ❏

REPORT THISIf the download link of Khodiyar Chalisa PDF is not working or you feel any other problem with it, please REPORT IT on the download page by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If Khodiyar Chalisa is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Exit mobile version